જેલ-ઑફિસની બારી - 3

  • 3.1k
  • 1
  • 1.6k

હાથ પછવાડે રાખો! મુલાકાત કરવા આવનારા કેદીઓ, તમે જો તમારા હાથ પછવાડે નહિ રાખો તો તમારી હાલત વાલિયા કોળીના જેવી બનવાની. વાલિયાની વહુ હમણાં જ મુલાકાતે આવીને ગઈ. હોંશે હોંશે એ નાની દીચરીને સાથે તેડી લાવી હતી. વાલિયા કોળીની દીકરી, ચોરની દીકરી, એને ચતુરાઈ તો ક્યાંથી હોય! ગંદા ઉઘાડા પગ હતાઃ એક ફાટેલું કેડિયું પહેરાવ્યું હતું પણ માથા ઉપર એ ગુલાબી રંગની સોનાસળીનો કટકો ક્યાંથી ઓઢાડેલો હશે? મને તો જોતાં જ લાગ્યું કે જાણે કોઈ ઝાંપડાએ સ્મશાનમાંથી ઉઠાવી લીધેલો એ નવો નકોર ટુકડો વાલિયાની વહુએ વેચાતો લઈ લીધો હશે.