જેલ-ઑફિસની બારી - 2

(22)
  • 4.8k
  • 3
  • 2.8k

શા સારુ તમે મારી જાળીમાંથી પાનની પિચકારીઓ થૂંકો છો? તમે જેલ-ઑફિસના કારકુનો અને હું જેલ-ઑફિસની બારી, એટલે શું તમે મને નિર્લજ્જ ધારી લીધી? હું નિષ્પ્રાણ છું. લોઢા-લાકડાની બનેલી છું, અનેક ચોર-ડાકુઓની આંસુદારે ધોવાઈને દયાહીન બની ગઈ છું, મારપીટ, ગડદાપાટુ અને ગાળાગાળીની સાક્ષી છું, એટલે શું હું સ્ત્રીજાતિની મટી ગઈ છું, વીરા મારા?