એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 11

(108)
  • 6k
  • 8
  • 2.8k

વન મિલિયન ડોલર્સ ! એટલે ઇન્ડિયન રૂપિયા થયા લગભગ છ કરોડ આટલી જંગી રકમની જરૂર સલોનીને અચાનક શા માટે પડી ! ચીફ ફાઇનાન્સિંગ ઑફિસર ચતુર્વેદીએ જ્યારથી સલોનીએ માગેલાં પૈસાની વાત કરી ત્યારથી ગુરુનામ વિરવાનીનું મગજ રહી રહીને એક જ ચકરાવે ચઢી જતું હતું. સલોનીની સ્વિત્ઝરલેન્ડમાં ડિલિવરી થાય એ અંગેનો નિર્ણય પોતાનો હતો. ગુરુનામે આખી વાત મનમાં રિ-પ્લે કરવી હોય એમ સલોનીને પ્રથમ વાર મળ્યા પછી થયેલા ડેવલપમેન્ટ યાદ કરવા માંડ્યાં. ગૌતમના ગયા પછી સૌપ્રથમ વાર મળવા આવેલી સીધી સાદી સરળ લાગેલી સલોનીના બે રૂપ હોઇ શકે- એક, જે એ પોતે હતી. બીજી, જે પ્રોફેશનલ લાઇફ ડિમાન્ડ કરતી હતી એવું ગ્લેમર મઢ્યો વૈભવ. એમાંથી સાચું શું