એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 10

(110)
  • 7.1k
  • 7
  • 3.1k

‘કોન્ગ્રેચ્યુલેશન્સ મિસ સલોની... યુ હેવ ગૉટ અ ક્યુટ ક્યુટ પ્રિન્સેસ !’ પુરા સત્તર કલાકે ભાનમાં આવી રહેલી સલોનીએ આંખ ખોલી એ સાથે ડૉ. સારાહે વધામણી આપી. સલોનીની આખો હજુ પુરી રીતે ખુલી શકતી ન હોય એમ ભારથી ઢાળી જતી હતી. અશક્તિએ એવો હલ્લો કર્યો હતો જાણે ઉપલું શરીર ચારણી જેવું બની ગયું હતું અને ઉદરથી નીચેનો ભાગ પથ્થર. ‘મૅમ...’ કપાળ પસવારી રહેલી અનીતાના મૃદુ સ્પર્શથી સલોનીએ આંખ ખોલી ખરેખર દીકરી સંબોધન અનીતાને ગળે આવી ગયું હોય એમ લાગ્યું હતું સલોનીને. જે ગળી જઇ પોતાની હેસિયત જાળવીને અનીતાએ બદલી નાખ્યું હતું.