શ્વેત રંગી લાંબી કેડીલેક નિશા કોટેજના વિશાળ કમ્પાઉન્ડમાં પ્રવેશીને ઊભી રહી. બારણું ઉઘાડીને નાગપાલ નીચે ઊતરી આવ્યો. દિલીપ તો જાણે કયામતના દિવસે જ ઊતરવું હોય એ રીતે અંદર બેઠો રહ્યો. ‘નીચે ઉતર...!’ નાગપાલે ચીડથી કહ્યું. ‘બહુ મોંઘી કાર છે અંકલ...નાહક જ કોઈક કાચ-બાચ તોડી નાખશે. હું અંદર બેઠો બેઠો કારનું ધ્યાન રાખું છું. તમે તમારે ખુશીથી જાઓ.’ કહેતી વખતે દિલીપના ચ્હેરા પર એવા હાવભાવ છવાયેલા હતા કે તે જોઈને નાગપાલ હસી પડ્યો.