રેડલાઇટ બંગલો ૧૪

(481)
  • 16.9k
  • 12
  • 11.1k

રાજીબહેનને માન્યા વગર છૂટકો ન હતો. તે અર્પિતાને એકદમ ભોળી માનતા હતા. તેના પર શંકા કરવા માટે કોઇ કારણ ન હતું. અર્પિતા, શું જરૂર હતી જાતે બધું કરવાની. મજૂર રાખી લેવાનો હતો. તને ખબર છે કે હવે તારે શું કામ કરવાનું છે. તારી સુંદરતાને આંચ ના આવવી જોઇએ. હવે પછી ધ્યાન રાખજે. મારા માટે તો પહેલો સોદો જ ખોટનો રહ્યો. અર્પિતા પોતાને ભેટ મળેલી હીરાજડિત વીંટી યાદ કરીને મનોમન ખુશ થઇ રહી હતી કે તેના માટે તો પહેલો સોદો લાભદાયક રહ્યો છે.