વિવિધ ખીચડી ૨

(76)
  • 7k
  • 13
  • 2.6k

વિવિધ ખીચડીના પ્રથમ ભાગમાં આપણે શાકભાજી ખીચડી , દહીં-મગ દાળની ખીચડી, દાળ ખિચડી, મસૂર – પાલકની ખીચડી, હાંડી ખીચડી અને સાબુદાણાની ખીચડીની મજા માણી હતી. આપના તરફથી ખૂબ સરસ પ્રતિભાવ મળતાં બીજી નવીન અને પૌષ્ટિક ખીચડીઓ આપના માટે ખાસ શોધી લાવી છું. જેમકે, બંગાળી સ્ટાઈલની ખીચડી, સ્વામિનારાયણ ખીચડી વિગેરે. તો આરોગ્યને લાભકારી બની રહે એવી વજન ઘટાડવા માટે મગ-સોયાની ખિચડી, હૃદયરોગી માટે મગ- ફાડાની ખિચડી, ડાયાબિટીક માટે ખિચડી પણ છે.ખીચડી એક સંપૂર્ણ ભોજન છે. પેટને આરામ આપવા અને પાચનક્રિયાને સુધારવા માટે ખીચડીથી વધુ સારી કઇ ચીજ હોઇ શકે આયુર્વેદમાં શરીરના ડિટોક્સિફિકેશન માટે ખીચડીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.