‘૯૧૬૬ અપ: 12 - પોલીસ અધિકારીઓ ખાનગી ગોળીબાર કરતા હતા

(76)
  • 9.3k
  • 7
  • 4.1k

હેડિંગ વાંચીને તમને આઘાત લાગશે. કદાચ તમે જે વાંચ્યું છે તે સાચું નથી તેવુ માની તમે ફરી હેડિંગ વાંચશો પણ ખરા, પરંતુ તેમાં જરા પણ અતિશયોક્તિ નથી, કે પછી સનસનાટી ઊભી કરવાનો ઇરાદો પણ નથી. મારી પાસે ખાનગી બંદુકનો ઉપયોગ કરનાર પોલીસ અધિકારીઓના નામ છે, છતાં પુરાવાના અભાવે તેમના નામનો ઉલ્લેખ અહીયા કરતો નથી. એક વાત ચોક્કસ છે કે ખાનગી બંદૂકોના ઉપયોગ પાછળ તેમનો ઇરાદો પ્રત્યેક વખતે ખોટો હતો તેવું પણ નહોતું, છતાં તે ખોટું હતું અને છે તે હું દૃઢપણે માનું છું. ગોધરાકાંડ પછી સૌથી વધારે તોફાનો અમદાવાદ શહેરમાં થયા હતા, તેમજ મારું કાર્યક્ષેત્ર અમદાવાદ હોવાને કારણે હું તેનો સાક્ષી રહ્યો છું. અમદાવાદમાં તોફાનો સતત ત્રણ મહિના સુધી ચાલ્યા હતા, જેમાં ૩૮૬ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ૧૮૨ વ્યક્તિઓને જીવતી સળગાવી દેવામાં આવી હતી, ૬૮ વ્યક્તિઓ છુરાબાજી ને કારણે મૃત્યુ પામી હતી,