અધુરા અરમાનો ૯

(37)
  • 4.4k
  • 4
  • 1.3k

બકા,તારાથી જુદા રહીને હવે મારાથી રહેવાતું નથી. તું મારા જીવનમાં મઘમઘતી ફોરમ બનીને આવી છે. મારી મહોબ્બતની દેવી છે. તું જ મારા જીવનનો આશરો છે. તારા વિનાની મારી હયાતી વેરાન બની ન જાય એ યાદ રાખજે. મારા જીવનની નાવને મંઝીલે પહોચાડવા માટે હલેસું બનવા તૈયાર રહેજે. તુંજ સંગાથે મારે હવે ભવ તરવો છે. સૂરજ, જાણું છું કે પ્રેમ એ જીંદગીની સુહાની સફર છે. જીવનની ખુશી છે, ખુશ્બું છે. આ ખુશ્બું હૈયાના ઊંડાણમાંથી નીકળે છે. જે દિવસે તારાથી દિલ લગાવ્યું છે તે જ દિવસથી તને મારો આધાર, મારો દેવ માની લીધો છે. તારી સાથે જ હાં, મારા સૂરજની સાથે જ જિંદગી જીવવાના લાખેણા અરમાનો સજાવી રાખ્યા છે. સૂરજ, મેં મારી આ જિંદગી તારા નામે જ લખી રાખી છે. જેમ તું મારા માટે તડપે છે એમ હુંય તારી ખાતીર રાત રાત જાગીને વિતાવું છું. આટલા દિવસોની એક પળ પણ એવી નથી વિતાવી જેમાં તને સંભાર્યો ન હોય! મારી આંખોના આંગણામાં સતત તું જ રમ્યા કરે છે. સેજલ બોલી રહી છે અને સૂરજ એના ગાલને પંપાળીને ચૂમી રહ્યો છે.