એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 9

(115)
  • 6.9k
  • 8
  • 3k

દિલ્હી દૂર સહી, નામૂકીન નહીં... મરક મરક થતાં વિક્રમે રિસ્ટવોચમાં જોયું પછી પોતાનો મોબાઈલ ઊંચક્યો ને આંગળી ઝડપભેર ફરવા માંડી કી-પેડ પર... સામે છેડે ફોને રણક્યો અને વિક્રમના હેલ્લો... પછી સામેથી થોડો કાંપતો સ્વર સંભળાયો. ‘કોણ છો સોરી, ઓળખાણ ન પડી.’ અનંતરાવ દેશમુખને સાંભળવામાં થોડી તકલીફ તો હતી જ, એમાં આ કોઈ લોન્ગ ડિસ્ટન્સ કોલ હોય એટલે કોલ કરનારો બોલે પછી ક્ષણ રહીને આવતા પડઘામિશ્રિત અવાજને કારણે સમસ્યા વધે જતી હતી.