રેડલાઇટ બંગલો ૧૩

(484)
  • 16.3k
  • 16
  • 11.2k

ખરેખર! આ રાજીબહેન તો તારું જીવન બનાવી દેશે. મા, તને ખબર નથી એ મારું જીવન બરબાદ કરવા જઇ રહી છે.. એવું અર્પિતા બોલી શકી નહીં. પણ તેનાથી બોલાઇ ગયું: મા, રાજીબહેને તારા પર કોઇ ભૂરકી નાખી લાગે છે. જ્યારે ને ત્યારે એમના જ વખાણ કરતી રહે છે તું. હું કંઇ ખોટું બોલું છું અર્પિતાએ વાત બદલી: મા, હું એક દિવસ વહેલી નીકળી જઇશ. ત્યાં કોલેજ શરૂ થાય એ પહેલાં પુસ્તકો વગેરે ખરીદવાનું કામ છે. વર્ષાબેન પણ ઇચ્છતા હતા કે અર્પિતા હવે જલદી જાય તો સારું. ક્યાંક પોતાની વાત જાણી જાય તો અસ્વસ્થ બની જાય એમ હતી.