ધ મર્ડર 5

(147)
  • 8.3k
  • 5
  • 3.2k

(આપણે આગળ ના ભાગ માં જોયુ કે મર્ડર કેસ વધારે જટીલ બનતો જાય છે. વિકાસ પછી દિશા ના એક્સ બોયફ્રેન્ડ આલુષ પર શંકા થતા અંગદ અને દીપક તેનો પીછો કરે છે પણ આલુષ ની ચાલાકી થી અંગદ ખરાબ રીતે જખ્મી થાય છે અને થોડા દિવસો ના આરામ પછી ફરી થી પોલીસ સ્ટેશન આવે છે, હવે આગળ..) બપોર ના બે વાગ્યા હતા અને બધા કોન્સ્ટેબલ લંચ માટે ગયા હતા. અંગદ પણ જવા માટે વિચારી રહ્યો હતો ત્યાં જ તેને સુનિલ નો કોલ આવ્યો. સુનિલ તેને કોલ કરી રહ્યા છે એ જોઈ ના અંગદ ને થોડી નવાઈ લાગી કારણકે એવુ બહુ ઓછી વાર બનતુ. અંગદ એ કોલ રીસીવ કર્યો, “હા, સુનિલ..” “સર, મારે તમને કંઈક કહેવુ છે , થોડુ અજીબ લાગી શકે તમને.. મેં એ વાત ની ખાતરી કરી છે પણ તમને કંઈ રીતે કહેવુ એ નથી સમજાતુ” સુનિલ નો અવાજ ધીમો અને હલતો હોય એવુ અંગદ ને સંભળાયુ. “ શુ થયુ સુનિલ તમારો અવાજ કેમ તમે ડરી રહ્યા હોય એવો લાગે છે ” અંગદ એ પુછ્યુ.