‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 10

(89)
  • 11k
  • 4
  • 4.7k

રાજ્યમાં તોફાનો વકરી રહ્યાં હતાં. મોટાભાગના પોલીસ અધિકારીઓ મૂંઝવણમાં હતા પણ પોતાની ફરજ પ્રત્યે પ્રામાણિક પોલીસ અધિકારીઓની સંખ્યા જૂજ હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શહેરમાં તોફાન ડામી દેવાની તેમજ ગુનેગારોને નસિયત કરવાની વાત કરતા હતા, પરંતુ તેમના અને સરકારના વ્યવહારમાંથી કંઈક જુદી જ વાત બહાર આવતી હતી. જો ખરેખર તેમની ઇચ્છા તોફાનો ડામવાની હતી તો પછી કોઈ પણ પોલીસ અધિકારીની હિંમત નહોતી કે પોતાના વિસ્તારના તોફાનો બંધ કરાવી ન શકે. સ્થાનિક નેતાઓને સરકાર કે પક્ષ તરફથી તોફાનો ડામવા માટે સહયોગ આપવાની કોઈ સૂચના મળી નહોતી. તોફાનો રાજ્યપ્રેરિત હતાં તે વાત સાથે હું ક્યારેય સંમત નહોતો અને નથી, છતાં તોફાનો ડામવા માટે રાજ્યના પ્રામાણિક પ્રયાસો પણ નહોતા.