અધુરા અરમાનો ૭

(40)
  • 4.1k
  • 3
  • 1.3k

એવામાં એમના મખમલી મુલાયમી પ્રેમની સૌરભ આખા વર્ગમાં,શાળામાં અને ભેગી ગામમાં પણ ફેલાઈ ગઈ! જે લોકોએ આ વાત સાંભળી એમના મનને નફરતની આગ સળગાવા માંડી.આખરે ચોફેર એમના પ્રેમની બદનામીના ફટાકડા ફોડવા માંડ્યા.પ્રણયના દુશ્મનોએ બદનામ કરવામાં કંઈ જ બાકી ન રાખ્યું. જગતમાં ઘણાંય એવા છે જે પ્રેમની અવિરત પૂજા કર્યા કરે છે.અરે,એ લોકો પ્રેમીઓની સાચી શ્રદ્ધા ભાવે અર્ચના કરતા હોય છે.પ્રેમદિવાનાઓને હેમખેમ મંઝીલ મળી જાય એ જ એમની પ્રાર્થના હોય છે.કિન્તું આવા પ્રણયને સાથ આપતા લોકોનેય જગત છોડતું નથી જ. આજે દુનિયામાં જેટલા માણસો પ્રેમના પૂજારી છે એનાથી ત્રણેક ઘણાં તો પ્રેમના દુશ્મનો છે! રસ્તાની ધૂળમાંથીયે દુશ્મનો ઊભા થઈ જતા હોય છે! બે મળેલા જીવને,એમની ઓળઘોળ લાગણીને,ખુશને જમાનો શીદને જોઈ શકતો નથી