રેડલાઇટ બંગલો ૧૧

(505)
  • 19.8k
  • 15
  • 12k

તે ઘરે જવાને બદલે કેટલાક ખેતરો પાર કર્યા પછી ચાંદનીના અજવાળે એક ખેતર નજીક ઊભી રહી. આટલી રાત્રે તેણે મોટું સાહસ કર્યું હતું. તેની પાસે ત્રણ રાત હતી. એટલે આજે કામ કરવાનું જરૂરી હતું. તેણે જોયું કે થોડે દૂર એક મોટા વૃક્ષ નીચે ખાટલો ઢાળીને કોઇ મીઠી નીંદર માણી રહ્યું હતું. અર્પિતાને થયું કે તેનો મકસદ આજે જ પૂરો થઇ જશે. ખાટલામાં કોણ સૂતું છે એનો એને અંદાજ હતો. તે ગઇકાલે જ બધું જાણી લાવી હતી. આજે તેને સફળતા મળશે એવો પાકો વિશ્વાસ હતો. તેનું રૂપ અડધી રાતે કામ કરી જવાનું હતું. તેણે વાળ સરખા કર્યા અને ચોળીનું પહેલું બટન ખોલી ઓઢણીને ચણિયાની ઉપર કમર ફરતે બાંધી દીધી. યૌવનને છલકતું રાખી તે ખાટલાની નજીક પહોંચી અને તેના પર ઊંઘતા યુવાનને બેઘડી જોઇ રહી.