રોશની ભાગ ૪ રોશનીની વાતો સાંભળી મને આશ્ચર્ય થયું, સાચેજ હું સેલીબ્રીટી બની ગયો હતો. લોકો આજ સુધી મને ચિરાગ કન્સ્ટ્રક્શનનાં માલિકનાં સનથી ઓળખતા, જે લોકો મને મારા પપ્પાનાં નામથી ઓળખતા હતા એ લોકો મને પર્સનલી મારા નામથી ઓળખવા લાગ્યા, સિંગર ચિરાગ, મ્યુઝીશિયન ચિરાગ, માસ્ટર ચિરાગજેવા નામથી ઓળખવા લાગ્યા, અઠવાડિયામાં રોશનીની આઈ કેર ફોર યુની ઓફીસ મારી ઓફીસમાં ચેન્જ થઇ ગઈ. રોશનીએ મારા કારણે પોતાનું પ્રોફેશન ચેન્જ કરવું પડ્યું, રોશની હવે મને આસિસ્ટ કરવા લાગી. મારા ફોન રીસીવ કરવા લાગી.મારી દરેક અપોઈન્ટમેન્ટ એ ફિક્સ કરતી. રોશનીએ પોતાનો પહેરવેશ પણ ચેન્જ કર્યો, જીન્સ અને ટી-શર્ટ કે ટોપ પહેરીને આવવા લાગી, એ