પ્યારા પૌંઆની ટેસ્ટી વાનગીઓ

(69)
  • 6.1k
  • 9
  • 1.6k

નાસ્તામાં પૌંઆ સૌને પ્યારા છે. નાસ્તામાં તેનો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. મોટાભાગના લોકો તેને ખૂબ જ શોખથી બ્રેકફાસ્ટમાં ઉપયોગમાં લેતા હોય છે. ડાયટિશિયન કહે છે કે એક પ્લેટ બટાકા પૌંઆમાંથી ૧૮૫ કેલરી મળે છે. હેલ્થ માટે પૌંઆ સારા રહે છે તેથી પૌંઆ રોજ ખાઇ શકાય છે. લોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે. હકીકતમાં પૌવા ગમે તે સમયે ખાઇ શકાય છે. ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે, ઉતાવળના સમયે નાસ્તા તરીકે અથવા ચા સાથે નાસ્તો કરવામાં સારા રહે છે. સામાન્ય રીતે પૌંઆનું નામ આવે એટલે તમારા મનમાં એક જ બટાકાપૌંઆ આવે છે. આ સિવાય પૌંઆનો ચેવડો આવે છે. પણ પૌંઆની અવનવી વાનગીઓ છે. તે ટેસ્ટી અને હેલ્ધી પણ રહે છે. આમાંની અનેક વાનગીઓ એવી છે જેને તમે કોઇપણ સમયે નાસ્તામાં ઉપયોગમાં લઇ શકો છો. અમે અહીં આપના માટે પૌંઆના અનેક નાસ્તાની રીત શોધીને લાવ્યા છે જે જાણીને તમને નવાઇ લાગશે. હવે પૌંઆના સ્વાદને બટાટા પૌંઆ પૂરતો સીમિત રાખવાને બદલે પૌંઆથી બનતા ઢોકળા, ખમણ, ઢોસા, હાંડવો, કટલેટ, પકોડા વગેરેની આ બધી રીત પણ અજમાવો.