ભાર્ગવ તેની મિત્ર ભવ્યાને વર્ષોથી પ્રેમ કરે છે પરંતુ ભવ્યા તેનાં પ્રેમનો સ્વિકાર કરતી નથી. ભાર્ગવ માને છે કે ભવ્યાએ તેને થોડો પ્રેમ તો હકથી આપવો જોઈએ. પણ તેને ભવ્યાનો પ્રેમ ક્યારેય મળતો જ નથી. સમય વિતતા ભાર્ગવનાં જીવનમાં નિલીમાં આવે છે. નિલીમાં ભાર્ગવને પ્રેમ કરે છે, જ્યારે ભાર્ગવ ભવ્યાને પ્રેમ કરે છે. હવે નિલીમાં પણ ભાર્ગવ પાસેથી પોતાના હકનાં પ્રેમની માંગણી કરે છે. ભાર્ગવ માને છે કે પ્રેમ કરનારને તેનાં ભાગનો પ્રેમ મળવો જ જોઇએ. આવી કફોડી સ્થિતિમાં ભાર્ગવ પોતાની પ્રેયસી ભવ્યાને પત્ર લખે છે એ અહીં વાંચો.