વરંડામાં બેઠેલા વિકીએ સામે ઘૂઘવી રહેલા સાઉથ ચાઇના સીની છાતી પર સરકી રહેલી પેસેન્જર ક્રુઝ પર ટેલિસ્કોપ ફોકસ કર્યું. ટુરિસ્ટને કલાકની સફર કરાવતી આ શિપના ડેક પર ચાલતાં નાચ-ગાન એની વેરાન જિંદગીમાં જીવંતતાની એકમાત્ર નિશાની હતા. દ્દરિયાકિનારે જ પથરાયેલા રહેણાંક વિસ્તારનું જેસલટન હાઇટ્સ એક્દંડિયો મહેલ હતો. અગિયારમા ફ્લોરનુ પેન્ટહાઉસ ને એમાં વસતો એકલો અટુલો જીવ નામે વિકી. .... આ તે કંઈ જિંદગી છે