રેડલાઇટ બંગલો ૧૦

(498)
  • 20.8k
  • 9
  • 11.9k

રાજીબહેને પહેલા જ દિવસે ચાલાકીઓ કરીને અર્પિતાને પોતાના વશમાં કરી લેવાનું કાવતરું સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તેના સેકસી અંદાજમાં ફોટા પાડી લીધા હતા અને નગ્ન સ્થિતિમાં વીડિયો ઉતારી લીધો હતો. એટલે ડગલે ને પગલે તે સુરંગ બીછાવતી બાઇ હતી. રચનાએ તેને ઇશારો પણ કર્યો હતો કે અગાઉ કેટલીક છોકરીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. પરંતુ અર્પિતા એવું કરવા માગતી હતી કે રાજીબહેનનો જીવ તાળવે ચોંટેલો રહે. કોઇ અચાનક પાછળથી માથા પર વાર કરે અને આંખે અંધારા આવી જાય એવા વાર કરવા માગતી હતી. વળી ખબર પણ ના પડે કે કોણે વાર કર્યો હતો.