અધુરા અરમાનો ૫

(43)
  • 4.5k
  • 3
  • 1.5k

એક દિવસ સૂરજ એના ભાઈબંધો સાથે લીમડાના ઘટાદાર ઝાડ નીચે બેઠો હતો એ વેળાએ ધર્મેશે હળવેકથી કહ્યું: સૂરજ યાર, એક વાત સાંભળ.આટલા દિવસોથી તું સેજલના ખયાલોમાં ઝુરી રહ્યો છે.અને ભણવામાં પણ બેધ્યાન રહે છે તો પછી સેજલને પ્રપોઝ આપી દે ને! આ પ્રપોઝ વળી કંઈ બલાનું નામ છે એ વળી કંઈ રીતે આપવાનો મારી પાસે આવું કંઈ છે જ નહી! થોડું ઉત્સુકતામા અને થોડું અજાણતામાં સૂરજે પૂછ્યું.અને સૌ મિત્રો સૂરજની અગ્નાનતા પર બરાબરના દાંત કાઢ્યા. અલ્યા મૂરખા! આટલો મોટો ઢગા જેવો થયો ને પ્રપોઝ વિશે નથી જાણતો આજકાલ તો નાના-નાના ટેણીયાઓ પણ એનાથી અજાણ નથી ને તું સૂરજને બરાબરો હલાવતા હરજીવને ઉચ્ચાર્યું.ફરી સૌ હસ્યા. અરે પણ એમાં આમ હસવાનું ક્યાંથી આવે છે નથી તો જાણતો તો નથી જ જાણતો! બોલો હવે શું કરવાનું કંઈ નહી,ઢાંકણીમાં પાણી લઈ લેવાનું! સૂરજનો કાન આમળતા પ્રકાશે મણકો મૂક્યો. ashkk