(આગળના ભાગમાં તમે વાંચ્યું કે, રાતના દસેક વાગ્યે નિતિન તેના મિત્રના ઘરેથી ગાડી લઈને ઘરે જવા નીકળે છે. સુમસાન સડક પર ગાડી ડ્રાઈવ કરતી વખતે તેને ડિવાઇડર પર કોઈક બેઠેલું દેખાય છે. તે ગાડી ધીમી કરી સાઇડમાં ઊભી રાખે છે. સફેદ સાડીમાં સજ્જ એક સ્ત્રી ગાંડાની જેમ વિચિત્ર મુદ્રામાં ડિવાઇડર પર બેઠેલી હોય છે. તેની આંખો રોડની વચ્ચોવચ એકીટસે તાકી રહી હતી. નિતિન તે સ્ત્રીને મદદ કરવાની ભાવનાથી દરવાજો ખોલે છે અને... તે સ્ત્રીની ધારદાર નજર નિતિનને વીંટળાઇ વળે છે. એ સ્ત્રીનું વિચિત્ર રૂપ નજીકથી દેખીને તેના શરીરમાં ભયથી કંપારી પ્રસરી જાય છે. અજાણતા જ હાથથી થયેલો ઈશારો તેને મોટા સંકટમાં ધકેલી મૂકે છે. એ સ્ત્રી ગાડીનો દરવાજો ખોલી તેની બાજુમાં બેસી જાય છે. તેના બેસવાથી વિચિત્ર સુવાસ ગાડીમાં પ્રસરી ગઈ હોય એવું નિતિન નોટિસ કરે છે. એ સ્ત્રીનું શરીર પણ કંઈક અલૌકિક હોય એવું તેને લાગે છે. ગાડીમાં મૂકેલા આઇફોનને નજરથી કંટ્રોલ કરી તેમાં તે શું કહેવા ઇચ્છતી હતી હવે વાંચો આગળ...)