રેડલાઇટ બંગલો ૯

(506)
  • 18.2k
  • 15
  • 11.6k

રચનાએ તેને અણસાર આપ્યો એ પરથી તેના નાકમાં નથ પહેરાવવાની રાજીબહેનની પૂર્વતૈયારીઓ સમજી શકાતી હતી. તેના માટે નવા કિમતી કપડાં, બ્યુટીપાર્લરવાળીને બોલાવવાની વાત અને તેને અપાઇ રહેલી સુખસુવિધાઓ રચનાની વાતને સમર્થન આપતા હતા. અને જ્યારે રચનાએ રાજીબહેનના બાથરૂમમાં તે નહાતી હતી ત્યારનો વીડિયો બતાવ્યો ત્યારે અર્પિતાને ખ્યાલ તો આવી જ ગયો હતો કે રાજીબહેને તેને ધંધો કરવા મજબૂર કરવાની બધી તૈયારી કરી લીધી છે. અર્પિતાએ રાજીબહેન માટે કામ કરવાની તૈયારી બતાવી એ પછી રચનાએ તેને કહ્યું: તેં યોગ્ય નિર્ણય લઇને તારું અને તારા પરિવારનું ભવિષ્ય સુધારી લીધું છે. રાજીબહેનના ભવિષ્યની પણ તારે ચિંતા કરવી જોઇએ એમ કહેવાનું તેને મન થઇ ગયું. પણ તે બોલી: એ માટે તારો આભાર!