શિવતત્વ - પ્રકરણ-18

  • 4.4k
  • 7
  • 1.7k

પાર્વતીના પ્રશ્નોનો કોઈ તર્કબદ્ધ જવાબ આપવાને બદલે શિવ તેના સત્યને સમજવા માટે વિધિઓ બતાવવાની શરૂઆત કરે છે. પાર્વતીની જીજ્ઞાસા પ્રબળ છે. તેથી શિવ પાર્વતીને કોઈ તર્ક કે દાખલા-દલીલોથી સમજાવવાને બદલે પ્રશ્નોની જિજ્ઞાસાને પરીતૃપ્ત કરવાની વિધિઓ બતાવે છે. પાર્વતીના પ્રશ્નોને નિમિત્ત બનાવીને જગતના થઇ ચૂકેલા, થયા છે તેવા અને હવે થશે તેવા તમામ જીજ્ઞાસુઓને માર્ગદર્શિત કરવા શિવ દ્વારા કુલ એકસોબાર વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અલગ-અલગ પ્રકૃતિ અને સ્વભાવના માણસોને કરને આ વિધિઓનું વર્ણન છે. લગભગ કોઈ વ્યક્તિ એવી નથી જે આ એકસોબાર વિધિઓની બહાર રહી જાય. કોઈ હિંદુ હોય કે મુસલમાન, ક્રિશ્ચિયન હોય કે પારસી પરંતુ સૂત્રોમાં જણાવેલી વિધિઓ પૈકી જે કોઈ વિધિ જેને માફક આવે તેને અંતરના સત્ય સુધી પહોંચાડવા સક્ષમ છે.