તલાક...

(39)
  • 5.8k
  • 5
  • 1.4k

હવે શુ કહું સાહેબ, આ છોકરીના કારણે તો મારી જીદંગી બરબાદ થઈ ગઈ. એની હરકતોના કારણે, આજે ઘરની વાત છેક કોર્ટ કચેરી સુધી પહોંચી ગઈ છે. શાંતિબેને સાવ અશાંતિ પૂર્વક પોતાની વ્યથા ઠાલવી દીધી. ચહેરાની કરચલીઓમાં ઉંમરની છાપ અને વ્યથાની લકીરો ખેંચાઈ રહી હતી. કેમ શાંતિ બેન, શુ થયું... સરપંચે કહ્યું ત્યારે એમનો જુવાન દીકરો પણ એમની સાથે હતો. મુંબઈમાં સરકારી ખાતામાં ઉચ્ચ હોદ્દાનો કાઉન્સેલર રહી ચૂકેલ દીકરો, હમણાં થોડાક દિવસ પહેલા જ ગામમાં રાજાઓ ગાળવા માટે આવ્યો હતો.