‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 7

(101)
  • 12.2k
  • 7
  • 5.3k

અમદાવાદની જેમ વડોદરામાં પણ તોફાનો ફાટી નીકળ્યા હતા. પોલીસને સતત મદદ માટે ફોન આવતા હતા પણ પોલીસ પહોંચી વળતી નહોતી. અમદાવાદની જેમ વડોદરા માટે પણ કોમી તોફાનો કંઈ નવી ઘટના નથી, છતાં જે રીતે બનાવો બની રહ્યા હતા તેના કારણે વડોદરા પોલીસ પણ હતપ્રભ હતી. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ડભોઈરોડ પાસે હનુમાન ટેકરી વિસ્તાર છે. આમ તો આ ગરીબ વિસ્તાર છે, જ્યાં હિંદુ-મુસ્લિમ સાથે રહે છે પણ હિન્દુઓના ઘર વધારે છે. ગોધરાકાંડ બાદ અહીંયા ટોળા એકઠા થતા હતાં પણ પોલીસ તેમને વિખેરી નાખતી હતી. તા. ૨૮મીના રોજ બંધનું એલાન હતું ત્યારે વિસ્તારમાં તનાવ હતો પણ કંઈ બનાવ બન્યો નહોતો.