અધુરા અરમાનો ૪

(43)
  • 5.2k
  • 2
  • 1.6k

ત્યારે તો તું અકાળે આથમી જવાનો,સૂરજ....! સૂરજ છું,આથમીનેય હેમખેમ ઊગી જવાનો....! તો નક્કી જમાનો તને પૂજવાનો. જા અમારા દિવ્યાશિષ તારી અને તારા પ્રેમની સંગે છે. સૂરજને સમજાવવો પડશે હો! ચિંતાભેર ધર્મેશે કહ્યું.. હા,ભાઈ ! નહી તો એ બાવાના બેય બગાડશે. કહેતો હતો કે હું ભણીશ.ભણીને ભારતના ભવ્યાતિભવ્ય ભવિષ્યને મારા હાથે કંડારીશ! ભ્રષ્ટાચારના ભયંકર ભૂતાવળને ઊભી પૂંછડીએ ભગાડીશ! લાંચરૂશ્વત નામની બેશરમ લલનાને લીલે લાકડે દઈશ! લાગવગશાહીને લાબડતોડ લાત મારીને ધૂળ ચાટતી કરીશ! ધર્મ,જાતિ અને કલંકી કોમવાદને અને ઝેરીલી જાતિવાદને દેશનિકાલ કરીશ અને માં ભારતીને વિશ્વના વિશાળ ફલક પર ઊંચા આશને બેસાડીશ! કિન્તું ભણતરની ઉંમરે પ્રણયના પાવન પંથે પ્રણાય કરીને સૂરજ આમાનું કશું જ નહી કરી શકે કશું જ ! કહેતા - કહેતા સુમનની આંખ ભરાઈ આવી.ashkk