જીમ કોર્બેટ એટલે એવો વ્યક્તિ જે પહેલાં શિકારી હતો, પછી એ જ જાનવરોને બચાવવા લાગ્યો અને ત્યારબાદ તેમના પર જ પુસ્તકો લખવા માંડ્યો. ઉત્તરાખંડમાં આવેલ જીમ કોર્બેટ નેશનલ પાર્કનું નામકરણ તેના પરથી જ થયું છે. તેમનું નામ એટલા માટે ખાસ છે કારણ કે પહેલાં તેઓ માણસોને વાઘોથી બચાવતા હતા પરંતુ ત્યારબાદ વાઘોને માણસોથી બચાવતા થયા. બ્રિટિશ આર્મીમાં કર્નલના પદ પર રહેલા જેમ્સ એડવર્ડ કોર્બેટ ઉર્ફે જીમ કોર્બેટને યુનાઇટેડ પ્રોવિન્સમાં ખાસ બોલાવવામાં આવ્યા હતા. એ પણ ખાસ વાઘ અને એ પ્રકારના માનવભક્ષી જાનવરોના શિકાર માટે. ૧૯૦૭થી ૧૯૩૮ વચ્ચે તેમણે ૧૯ વાઘ અને ૧૪ ચિત્તાઓનો શિકાર કર્યો. પરંતુ, શિકારી વ્યક્તિ કેવી રીતે ‘વાઘ બચાઓ અભિયાન’નો પ્રણેતા કેવી રીતે બન્યો લેટ્સ બી ધ પાર્ટ ઓફ હિઝ લાઈફ જર્ની.