આવા જ મજાના દિવસોમા એક દિવસ એને એટલે કે મારી એ મિત્રને ચક્ક્રર આવ્યા ને પડી ગઇ…..ડોકટરને દેખાડ્યુ.. થોડી દવા આપી ,થોડું સારું થયું પણ ફરી પાછું એજ ચક્કર આવવાનું શરૂ થયું એટ્લે અમારા ગામમાંના ડોક્ટરને કઇંક વધારે કારણ ન મળ્યું અને તેને મોટા શહેરમાં બતાવવાનું કહ્યું ત્યાં પણ ગયા પરંતુ કોઈ જ કારણ શોધી શકાયું નહીં ..મગજની એ બીમારી એને વળગી ગઇ હતી અને પછી આમ જ જુદાજુદા ડોકટરોની મુલાકાતોના દોર ચાલુ જ રહ્યા.. ....દોરાધાગા , માનતા–બાધા કરવાનુ પણ એ શિક્ષિત મા–બાપ ચુક્યા નહી…….ધીમે ધીમે સમય રંગ બતાવતો ગયો..કાળની કેડી જાણે એને માટે એને માટે વધુને વધુ નજીક આવતી ગઇ..પણ ક્યા મા–બાપ આ વાતને સ્વીકારવા તૈયાર થાય ?અને મા-બાપ જ શું કામ એ મીઠડી છોકરીને આમ સૂનમૂન સૂતેલી જોવા માટે એને જાણતા લોકોમાં કોઈ જ તૈયાર ન હતું !