ચોકલેટી કલરની એમ્બેસેડર પૂરપાટ વેગે સડક પર દોડતી હતી. ડ્રાયવીંગ સીટ પર જોરાવર બેઠો હતો. જ્યારે મહેશ તથા રાકેશ પાછળની સીટ પર બેઠા હતા. કારની ડીકીમાં કોથમાલાં ભરેલો ગાયત્રીનો મૃતદેહ પડ્યો હતો. દેવગઢ તરફ જતી સડક મુખ્ય હાઈવેથી અર્ધો કિલોમીટર અંદરના ભાગે અને કાચી હતી. કાચા માર્ગની બંને તરફ શેરડીનાં ખેતરો હતા. હવાના સપાટાથી છ-છ ફૂટ ઊંચી શેરડીઓ આમથી તેમ લહેરાઈ ને વિચિત્ર અવાજ ઉત્પન્ન કરતી હતી.