મતલબ કે તું પણ મને આ ધંધામાં પડવા કહે છે શું એ સિવાય આપણું કોઇ બેલી નથી શું સુંદર છોકરીએ મજબૂરીમાં પોતાનું શરીર ચૂંથવા આપી દેવાનું નૈતિક રીતે નિર્ભય બની જીવવાનો અધિકાર આપણો નથી અર્પિતા રચનાની વાત સ્વીકારવા હજુ તૈયાર ન હતી. અર્પિતા, તારી બધી વાત સાચી છે. તું ના પાડે છે પણ આપણી કોલેજની કેટલીયે છોકરીઓ આ ધંધામાં જાતે આવી છે. તેમની પાસે ખાસ રૂપ નથી પણ ઓછા સમયમાં વધુ કમાણીનો આ ધંધો તેમને ફાવી ગયો છે. સાચું કહું તો ઘણી વખત આ કામમાં ક્યારેક સામેવાળા કરતાં આપણાને વધુ મજા આવે છે..! અર્પિતા નવાઇથી રચનાને સાંભળી રહી.