રાની અમ્મા ઉર્ફે કજારીકા , દીકરા જેવા સતનીલ ને પોતાની નર્કાગાર જેવી જીવન કહાની કહેછે. કે મુંબઇ માં ભિક્ષાવૃતિ કરી બાળપણ ગાળ્યું , મોટી થતા પુરૂષોની હવસભરી નજરોથી બચતા બાર ગર્લ તરીકે કામ કર્યું , મુંબઇથી ભાગી સીરોહી આવી બર્ડ ગ્રુપ બનાવ્યું અને ક્રિષ્ના જેવી સખી સાથે જુગાર નો જિંદગીનો તખ્તો બદલી નાંખતો દાવ ખેલ્યો. ત્યાંથી ભાગી કાનપુર વિન્ટેજ કાર ફેસ્ટીવલ માં હીઝ હઇનેસ રુદ્ર પ્રતાપસિંહ નો ભેટૉ થયો. તેની ઉપ પત્નિ બની ગઇ . અને રુદ્રપ્રતાપ નાં અવસાન પછી .અહી બાગેશ્વર માં સેવાકીય જીવન ગુજારે છે . વિગેરે વાતો અમ્મા રાની એ કહી. સતનીલ ત્યાંથી નીકળી સીરોહી જવા દીલ્હી ની બસ પકડે છે.