યોગેશ પંડયા એક રાસ્તા દો મુસાફીર સૂર્ય ડુબી ગયો હતો. અવનિ ઉપર અંધકારનું સામ્રાજય ફેલાઈ ગયું હતું. વિમલ સુરેન્દ્રનગર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર આવીને ઉભો રહયો ત્યાંજ, રાજકોટ તરફથી આવતો સોૈરાષ્ટ્ર મેલ પણ આવીને ઉભો રહી ગયો.પ્લેટફોર્મ પર મારેલા ફલેપ બોર્ડની સામે ડબ્બા એક પછી એક સરતા ગયા અને ઉભા રહી ગયા '(ઢક્ષ્ ફીફટીવન' રીઝર્વેશન ટીકીટ નંબર હતો. એટલે કાંઈ ચિંતા નહોતી. એક હાથમાં બેગને પકડી રાખી, વિમલે કમ્પાર્ટમેન્ટમાં ચડી પોતાની બર્થ શોધી કાઢી. પણ તયં જ ઝાંઝરનો આછો રણકાર તેના કાને પડયો. અને''...જીજુ, આજ ડબો...'' કહેતા કોઈ હલકદાર સ્વર ટહુકો કાને પડયો. વિમલે લાગ્યું કે અવાજ કોઈ યુવાન છોકરીનો