સફળતાની સરળ અને ફેન્ટાસ્ટિક ફોર્મ્યુલા

(45)
  • 3.6k
  • 14
  • 1.6k

પોઝીટીવ પ્રતિભાવ, વાંધા-વચકા વિનાની અસરકારક વાતચીતની કળા, ખુલ્લા દિલનું ખેલદિલીપણું, દૂધમાં સાકરની જેમ ભળી જઇ કામને સાકાર કરવાની આવડત, તંદુરસ્ત તકરાર કરીને પણ સામેની વ્યક્તિની દરકાર કરી એને સ્વીકારવાની હિંમત, વખતો વખત હારીને પણ જીત મેળવવાની ટેકનીક, સંજોગોને માન આપી ખુદ અને ખુદા પર પૂરેપૂરો ભરોસો, પરિસ્થિતિઓ એ લીંબુ પકડાવ્યું હોય ત્યારે એને પણ નીચોવી ‘નિમ્બૂ પાની’ બનાવવાની તાકાત, પ્રસંગોપાત પ્રસવને ખમવાની અને એને બરોબર ડિલીવર કરવાની શક્તિ...... એવું બધું શીખવવાની જવાબદારી કોઈ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટની નથી. યાર! એના માટે તો જાતે જ ઇન્સ્ટીટયુટ બની અપૂનકે ખૂદ કે સક્સેસફુલ નિયમ બનાકે ઉસ લિસ્ટ પર અપૂન કી હી કી ચ સાઈન કરની પડેગી....