આજનો ‘નોકરીયાત’ શિક્ષક …

(49)
  • 6.3k
  • 12
  • 1.7k

આપણા કેટલાક વિષય તરફના ગમા-અણગમા પાછળ મુખ્યત્વે આપણા શિક્ષકોનો હાથ હોય છે એ તો મોટાભાગના કબૂલ કરશે…. …એનું કારણ કદાચ બીજું પણ હોય …મારા અનુભવ પ્રમાણે દર વર્ષે ૧૦૦માંથી ૨૦ વિદ્યાર્થીઓ કુટુંબની બળજબરી કે ઇચ્છાને કારણે અનિચ્છાએ આ વ્યવસાયમાં આવી ગયેલા હોય છે..કેટલાક ફક્ત વેકેશન , ઢગલાબંધ રજાઓ અને આરામની નોકરીની લાલચમાં પણ કેટલાક આવી પડતા હોય છે…. કોઇ રસ, રુચી, અભિગમ કે મન વગર જ્યારે કોઇ ભણાવે ત્યારે બાળક સાથે અન્યાય થાય એ સાવ સ્વાભાવિક છે…feedback કે મદદ કે સમયસરની સુધારણાના અભાવે કેટલાક વિષયો પર અરુચિ ઉભી થાય છે ને આપણને એમ લાગે કે આપણે જે તે વિષયમાં કાંઈ ઉકાળી ન શક્યા .. :(