‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 6

(102)
  • 12.6k
  • 8
  • 5.4k

દેવગઢબારિયા ભાગી રહેલઈ બિલ્કિસબાનુ સહીત ૧૮ મુસ્લિમો ચારે તરફથી ઘેરાઈ ગયા હતા. પહાડો ઉપર હથિયારબંધ હિંદુઓ ઊભા હતા.તે બધા પણ ગુસ્સામાં હતા. તે પણ ગોધરા સ્ટેશનનો બદલો લેવા માગતા હતા. મુસ્લિમ સ્ત્રીઓ હાથ જોડી તેમને છોડી દેવા વિનંતી કરતી હતી પણ જાણે તેમના માથા ઉપર શેતાન સવાર હતો. આવી જ રીતે સાબરમતી એક્સપ્રેસમાં પણ હિંદુ સ્ત્રીઓ મદદ માટે વિનંતી કરતી હતી, પરંતુ તેમની વાત પણ રાક્ષસ બની આવેલા લોકોએ સાંભળી નહોતી. બિલ્કિસબાનુએ આંખમાં આંસુ સાથે કહ્યું, ‘ભાઈ અમને જવા દો’, પરંતુ ટોળામાંથી કોઈએ બિલ્કિસને વળગીને ઊભી રહેલી તેની ત્રણ વર્ષની બાળકીને આંચકી તેની આંખ સામે જ રહેંસી નાખી હતી.