અજ્ઞાત સંબંધ - ૨૨

(168)
  • 7.5k
  • 11
  • 2.4k

લોકેટ સાથે રમત કરી રહેલા ઈશાનના હાથનો નખ અચાનક લોકેટના જમણી બાજુના ચોરસ પડખામાં કોઈક ફાંટમાં ભરાયો. ઈશાન ચમક્યો. એણે એ ફાંટમાં ભરાયેલા નખને સહેજ ભાર આપ્યો કે એના આશ્ચર્ય વચ્ચે એ ચોરસ પડખું ખૂલી ગયું અને એ લંબચોરસ લોકેટનું પોલાણ દેખાયું. એ પોલાણની અંદર નજર પડતાં જ ઈશાન ચોંકી ઉઠ્યો. એકદમ પાતળા જૂનવાણી કાગળ જેવું કંઈક અંદર ગડી કરીને મૂકેલું હતું. એણે એકદમ ધીમે રહીને એ કાગળ જેવી વસ્તુ બહાર તરફ ખેંચી. એ એક જર્જરિત અવસ્થામાં પહોંચી ગયેલો કાગળ જ હતો. પણ આટલા જર્જરિત કાગળની ગડી ઉકેલવી કેમ