સંસ્કૃત સાહિત્યની રસયમુનાને કાંઠે શોભતા વૃક્ષની ઉપમા મહાકવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુંતલ’ને આપી શકાય અને ત્યાં નૃત્ય કરતા મયૂરનું સ્થાન ‘મેઘદૂત’ શોભાવે છે તેમ કહી શકાય. ‘કાવ્યમાં શ્રેષ્ઠ’ એવું મેઘદૂત ભારતવર્ષની સંવેદનાની સફર ખેડાવવા મજબૂર કરી મૂકે છે. શૃંગારની ચરમસીમા ધરાવતું ખંડકાવ્ય એટલે મેઘદૂત. વાક્યના શબ્દે-શબ્દે ચોમેર શૃંગારરસના ઉન્માદક અને ઉલ્લાસમય વર્ણનો પથરાયેલા છે. ‘સાવન’ અને ‘સહવાસ’ની પરાકાષ્ઠા એટલે મેઘદૂત. કાલિદાસ.