એક એવી કબૂલાત, જે ન થાય તો કાયમ માટેનો ભાર રહી જાય.. અને એ ઘટમાળમાં કોઈને હમસફર મળી ગયા તો કેટલાક રણમાં તપતા બાવળની જેમ તપસ્યાએ ચડી ગયા. સમયની રાજાશાહીમાં કેટલાક ફાવી ગયા ને કેટલાક મહેલોમાં પણ એકલા પડી ગયા. પણ અનુભવના ઢગલા વગર સુખની કિંમત કેમ સમજાય પાશ્ચાત્ય સંસ્કૃતિની એક એવી ઉજવણી જે વર્ષમાં એકવાર નહિ પણ દરરોજ થવી જોઈએ. વેલેન્ટાઈન્સ ડે એટલે દબાયેલી લાગણીને જતી કરી એક નવી શરૂઆતને વગર સંકોચે અપનાવી લેવાની ઉજવણી! એકલતા હોય કે સુખદ સ્પર્શની હયાતી હોય, એક પાંપણની જેમ થરકતી આશા હોય કે જીવનસાથીનો કાયમ માટેનો સંગાથ હોય.