દરેક સ્વ ઈ ઓળખાણ મત રોજ દિવસનો અમુક સમય ધ્યાન, સમાધી, ચિંતનમાં ગાળવો જોઈએ. રોજ સ્વયંને એક જ પ્રશ્ન પૂછવો જોઈએ મારે શું જોઈએ છે? મારે ક્યાં જવાનું છે? મારું શું ભુલીને મારે દુનિયામાં શું કરીને જવાનું છે. દુનિયા પાસેથી ઘણું છે તો મારે દુનિયાને શું આપીને જવું છે? આ પ્રશ્નોના જવાબ શોધવા રોજ મનન કરવું જરૂરી છે. ત્યારે જ દરેક માણસ પ્રગતિશીલ બની શકે છે. સ્વ સાથે જીવવું એટલે સતત વિચારશીલ રહેવું. આ માટે વાંચન કરવું જરૂરી છે. વાંચનથી જીવન જીવવાનો સાચો માર્ગ મળી જાય છે. આ માટે એકાંત ખુબ જરૂરી છે. ભીડમાં માણસ ખોવાઈ જાય છે. સ્વ ને જાણવા અને માણવા માટે એકાંતમાં થોડો સમય રાખવો જોઈએ.