બ્રેસિયરની પસંદગી

(47)
  • 6k
  • 5
  • 1.9k

દરેક મહિલા માટે બ્રેસિયરની પસંદગી સરળ બની રહે એ માટે તેના વિશે સંકળાયેલી દરેક માહિતી આપના માટે એકત્ર કરીને સંકલિત કરી છે. આશા છે કે તે ઉપયોગી બની રહેશે. પહેલી વખત બ્રા લેતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી તેના વિશે નિષ્ણાતો કહે છે કે દરેક કન્યાના ઉરોજોનું માપ જુદું જુદું હોય છે. અને જીવન દરમિયાન જુદાં જુદાં છ થી આઠ માપની બ્રા પહેરવાનો વખત આવશે, તેથી જ્યારે સ્તન યુગ્મનું કદ બદલાય ત્યારે તેને અનુરૂપ માપની બ્રા ખરીદવી. આ સિવાય બંને સ્તનનું માપ એકસમાન જ હોય એ જરૂરી નથી. ઉરોજોના કદમાં વત્તાઓછા અંશે ફરક હોઈ શકે. તેથી બંને સ્તનનું માપ એકસરખું ન હોય તોય ચિંતા કરવી નહીં. તેવી જ રીતે કસરત કરવા સિવાયના સમયમાં બ્રા પહેરવા માટે કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. આમ છતાં બ્રેસિયર પહેરવી જરૂરી તો છે.