સફરમાં મળેલ હમસફર ભાગ-15

(317)
  • 10.1k
  • 8
  • 3.8k

“મેહુલ યુ સ્ટીલ લવ મી ના ”જિંકલે પૂછ્યું. “અ લોટ,ફોરએવેર…..લવ યું યાર”મેહુલે પ્રેમથી કહ્યું. “લવ યુ ટૂ..”જિંકલે કહ્યું.અહીં ફોન કટ થતા મેહુલ રડી પડ્યો.કાવેરી બાજુમાં આવીને આ બધું જોઈ રહી હતી. “શું થયું બકા ”કાવેરીએ પૂછ્યું.મેહુલે કોઈ રિસ્પોન્સ ન આપ્યો.કાવેરીએ બે સિગરેટ જલાવી,એક મેહુલને આપી. “હું જેને પ્રેમ કરું છું તેનો સંબંધ બીજે નક્કી કરવાની વાત થાય છે.”મેહુલે રડતા રડતા કહ્યું.કાવેરી એક મિનિટ માટે પાછી ભૂતકાળમાં ચાલી ગયી,મોં ફુલાવ્યું અને કહ્યું “પ્રેમ કરાય જ નહીં, મમ્મી-પપ્પા કહે ત્યાં જ પરણીને ખુશ રહેવાય.” “તને શું ખબર પ્રેમ શું છે ,તે કોઈ દિવસ કોઈના વિરહમાં આંસુ સાર્યા છે ,કોઈને મળવાની તડપ અને બિછડવાનું દુઃખ શું હોય એ તને ખબર છે ,તારે તો એક રાત પૂરતું જ કામ”મેહુલે ગુસ્સામાં કહ્યું.