ધ મર્ડર 2

(123)
  • 8.3k
  • 5
  • 3.4k

(આગળ ના ભાગ માં જોયુ કે ઈન્સપેક્ટર અંગદ ના હાથ માં વિજયનગર એરિયા નો એક કેસ આવે છે જેમાં એક છોકરી નુ શંકાશીલ મૃત્યુ થયુ હોય છે. થોડી ઈન્વેસ્ટીગેશન પછી તે બોડી ને પોસ્ટમોર્ટમ માટે મોકલે છે.. હવે આગળ..) સુનિલ દીપક ને બોલાવી ને અંગદ ને આ કેસ માં મદદ કરવાનુ કહે છે. દીપક બોલકણો છોકરો હતો અને તે જે કંઈપણ જૂએ કે સાંભળે એના વિશે ઘણા બધા વિચારો તેની સાથે લઈ ને ફરતો અને બધુ શીખવા માટે ખૂબ તત્પર રહેતો. એણે આ કેસ ની બરાબર જાણકારી મેળવી હતી પણ તે હજૂ થોડી કન્ફ્યુઝન માં હોય એવુ લાગતુ હતુ. જે ઈન્સપેક્ટર અંગદ ને ધ્યાન માં આવતા તેમણે એની શંકા ઓ દૂર કરવાનુ ચાલુ કર્યુ.