આ તો સમયનો તકાજો

(33)
  • 1k
  • 6
  • 645

આ એક ગામડાના પરિવારની વાત છે. એવું પરિવાર કે જે પરિવાર સમજદારી દાખવીને બદાલાયેલા સમયને માન આપે છે. વટ, અભિમાન અને પરંપરાને છોડીને પરિવર્તનને આવકારે છે. વળી, આ વાત એક સમગ્ર ગામની અને ગામના સમાજની પણ છે. એટલું જ નહીં, આખા કાઠિયાવાડ પ્રદેશની પણ છે. લગભગ ચાળીસ વર્ષો પહેલાં કાઠિયાવાડના ગામડે ગામડે પરિવર્તનનું જે મોજું ફરી વળ્યું હતું એ મોજાની આ વાત છે. જે સમયે કાઠિયાવાડના ગામડે ગામડેથી નાનામોટા છોકરાઓએ સુરત શહેર તરફ પ્રયાણ કર્યું હતું એ સમયની આ વાત છે. એકબીજાં સાથે ભળી ગયેલાં સુખદુઃખની આ વાત છે. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com