બેસનની એટલે કે ચણાના લોટની વાનગીઓ આમ તો આખા ભારતમાં લોકપ્રિય છે, પરંતુ ગુજરાતીઓને જરા વધારે જ પ્રિય છે. ચણાનો લોટ સામાન્ય રીતે વાનગીને ઘટ્ટ બનાવામાં ઉપયોગી થાય છે. ચણાના લોટનાં ફરસાણ લોકોને ખૂબ પસંદ હોય છે. તેમાં પણ ગુજરાતીઓ તો ફરસાણનાં પહેલાથી જ બહુ શોખીન છે. ગુજરાતમાં ચણાના લોટમાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં સૌથી વધુ નાસ્તામાં અવનવી વાનગીઓ છે. ફાફાડા, ચોળાફળી, સેવ, ફૂલવડી વગેરે તો નાના-મોટા સૌની માનીતી છે. ઘણાની તો સવાર જ બેસનના નાસ્તાથી થાય છે. ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એવી મોહનથાળ, મેસૂર અને શિરોની વાનગી પણ છે.