અય વતન ૮ મૈત્રી સદભાવ ભર્યુ પગલું

(22)
  • 3.7k
  • 1
  • 1.3k

ચારધામ પ્રવાસ ધામ જવાનું તો નક્કી હતું, પરંતુ તે પહેલા ભૂજની ધરતી પર ઉતરીને સવજી ધરતીને ચુમવા લાગ્યો. અય વતન... અય વતન.. કરીને તે ધ્રૂસકેને ધ્રૂસકે રડતો હતો. સવિતા પણ આર્દ્ર હતી અને આર્દ્ર હતો. સવિતાનો નાનોભાઈ ,નાગજીભાઈ ,બહેન બનેવી સિત્તેર વર્ષે મળ્યા. પોલીસ ઈન્સપેક્ટર અનસારી સવજીને પાણીની બોટલ આપી છાના રાખતા બોલ્યો. સ્વામી વિવેકાનંદ પણ પરદેશનાં પ્રવાસ પછી ભારત આવીને આમ જ રડ્યા હતા. આ રૂદન દેશનાં વિયોગનું છે. થોડા સમય પછી આર્દ્ર સવજીને શું થયું કે વતનની ધૂળથી માથું તે ભરવા માંડ્યો. આ ચેષ્ટા સમજતી સવિતાએ તેને રોકવાનો પ્રયત્ન ના કર્યો. જીતેન બોલ્યો, બાપજી આપ ભારતની ભૂમિ ઉપર છો. કોઈ બંધન વિના સ્વતંત્ર છો. આ સમયે રૂદન કરતા હાસ્ય વધુ દીપે છે આપને... “હા, હું ભારતની ભૂમિ ઉપર છું. મારા જલાબાપાની અને દ્વારિકાની સાખે છું. મને સ્વર્ગ જાણે મળી ગયું છે. મારી માતૃભૂમિ અને માદરે વતનમાં છું.”