ખાલિસ્તાન મુવમેન્ટ

(18)
  • 5.3k
  • 2
  • 1.1k

ખાલિસ્તાન મુવમેન્ટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ એ મૂળે કોંગ્રેસનું પાપ. (જેમાં અકાલીઓએ યથાશક્તિ કેરોસિન છાંટ્યુ.) મુખ્ય સુત્રધારો સંજય ગાંધી અને જ્ઞાની ઝેલ સિંહ. દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. કટોકટીના આઘાતમાંથી બહાર આવેલા દેશે જનતા પાર્ટી પાસે રાખેલી મસમોટી આશાઓનું ભ્રમનિરસન થઈ ગયેલુ. સત્તાની સંગીત ખુરશીની રમતથી ત્રસ્ત જનતાએ ફરી એક વાર ઈન્દિરા ગાંધીને સુકાન સોંપ્યુ હતુ. કોંગ્રેસની દેશવ્યાપી હાર બાદ પંજાબમાં અકાલી અને જનતા પાર્ટીની સંયુક્ત સરકાર બનેલી. અકાલી સરકારને પડકાર આપવા કોંગ્રેસી નેતા જ્ઞાની ઝેલ સિંહ અને સંજય ગાંધીએ જરનૈલસિંહ ભિંડરાંવાલેને ઊભા કર્યા. કોંગ્રેસે શરૂઆતમાં ભિંડરાંવાલેને આર્થિક સહાય પણ કરેલી. કોંગ્રેસને સપને’ય કલ્પના નહોતી કે ભિંડરાંવાલે આગળ જતા એક મહાભયંકર આતંકવાદી બની જશે, પંજાબને ખાલિસ્તાની આતંકવાદના ખપ્પરમાં હોમી દેશે અને અંતત: ઈન્દિરા ગાંધીનો પણ ભોગ લેવાઈ જશે.