સાસુ મા કે સખી?

(22)
  • 4k
  • 2
  • 1.1k

સાસુ માં કે સખી- માધુરી સવાર થી મુંઝવણ માં હતી.આમ તો ખુશી પણ હતી કે ઘરમાં હવે એણે ક્યારેય એકલાં નહી રહેવું પડે. તો સામે કેટલાંક બંધનો પણ આવશે જ... આમ તો નીસર્ગ રીજીઓનલ માર્કેટીંગ હેડ હતો એટલે એણે ઘણીવાર બહાર ટુર પર જવું પડતું એ વખતે એને ઘર ખાવા દોડતું હતું. આમ જ એણે બે વર્ષ તો કાઢ્યા હતાં લગ્ન પછી આમ આ ઘરમાં ઘણીવાર એકલાં એકલાં.. અને વળી સુખી જ હતું તેમનું દામ્પત્ય કોઇ ને પણ ઇર્ષા થાય તેવું હતું. પણ કામ ના કારણોસર નીસર્ગ ને અવારનવાર બહાર જવાનું થતું રહેતું વધું નહી તો મહીને દસેક દિવસ એ બહાર જ રહેતો હતો. એટલે એનાં સાસુ હિનાબેન આવવા નાં છે એ વાતે એ ખુશ પણ થઇ હતી. સાથે સાસુ ના માટે કેટલીક મુંઝવણ પણ હતી.. લગ્ન પછી આમ તો ત્રણેક મહીના સાથે જ રહ્યાં હતાં બધાં પણ લગ્ન પછી ના તરતનો એ સમય એટલે બહું સહવાસ પણ ન કહેવાય.અને એ ત્રણ માસમાં પણ આશરે એક માસ તો એ પીયર માં ગઇ હતી..ટુકડે ટુકડે.. અને અઠવાડિયુ તો એ બંને હનીમુન ટુર પર ગયા હતાં.. માધુરી આમ વીચારે કરતી હતી અને આ હનીમુન ટુર ની યાદ આવતાં જ એ શરમાઈ ઉઠી નવોઢા ની જેમ જ... સીમલા ની એ શીતળ માદક સાંજે એ ત્યાં પહોંચ્યા હતાં.....હોટલરૂમ માં થી હિમાલય ની કંદરાઓ દ્રશ્યમાન થતું હતું એ નાઇટી હા! નીસર્ગ સાથે એરેન્જ મેરેજ જ હતું.. પણ નીસર્ગ ને પહેલાં થી ઓળખતી કૉલેજ ટાઇમ થી જ તો...હકીકતમાં નીસર્ગે પહેલાં પ્રપોઝ કર્યું હતું એ જ્યારે કોલેજમાં ત્રીજા વર્ષ માં હતી ત્યારે... અરે નીસર્ગ તો ભણી રહ્યો હતો પણ કોઈક સર્ટીફીકેટ લેવાના કારણથી કૉલેજમાં આવ્યો હતો .... કેવો ફૂટડો લાગતો હતો એ રેડ ચેક્સઅને ક્રીમ ડેનીમ માં માધુરી ક્લાસમાં થી જ. બહાર પસાર થતાં અલગ તરી આવતાં નીસર્ગ ને અપલક નીરખી રહી હતી... એક અજાણ તારામૈત્રક થયું હતું એ ચાર આંખોમાં..એ સમયે... પહેરીને ઉભી હતી ત્યારે નીસર્ગ નો હાથ એની કમરે લપેટાયો અને હોઠોની ઉષ્ણતા એનાં ગળા અને ખભાના સંધિ ભાગે ચંપાઇ. માધુરી પીગળવા લાગી સમાવા લાગી નીસર્ગ ની બાહોમાં..... માધુરી એ દ્રશ્ય યાદ આવતાં જ શરમાઈ ગઇ..પોતાના બંને હાથે ચહેરો ઢાંકી લીધો..... "અરે! હું પણ પાગલ છું. અત્યારે આ બધુંય શું કામ વિચારું છું?" "હજું તો મમ્મી (હિનાબેન) માટે પેલાં રૂમમાં બધુંજ ગોઠવવા નું છે... મમ્મી કેટલા વ્યવસ્થિત છે સહેજ પણ આડુંઅવળું હશે તો એમને નહી ગમે." હિનાબેન આમ તો બહું જ ઓછું બોલતાં.. એટલે એમની આસપાસ એક કઠોરતા નું આવરણ બનેલું રહેતું હતું ..એ નાળીયેર જેવું વ્યક્તિત્વ છે એવું નીસર્ગ કહેતો કાયમ એની મમ્મી માટે... આજે આવવાના હતાં હિનાબેન એનાં સાસુ કાયમ સાથે રહેવા માટે...એનાં સસરા નાં દેહાંત પછી નવ માસ થી એકલા રહેતા હતાં. એ વખતે પણ નીસર્ગ બાર દિવસ માંડ કાઢી શક્યો હતો.. એવું નહોતું કે નીસર્ગ કમને ત્યાં ગયો હતો પણ નીસર્ગ. કમને ત્યાં થી પાછો આવ્યો હતો.પ્રમોશન નાં લીધે જવાબદારી ખુબ જ વધી હતી .. એ વખતે મમ્મીએ જ આગ્રહ કરી ને નીસર્ગ ને એની નોકરી પર ચડી જવા સમજાવ્યો હતો. ... એક દમ વ્યવહારું વલણ અપનાવ્યું હતું એ વખતે માન જાગ્યું હતું એમનાં માટે સાથે એક અતડાપણું લાગ્યું હતું ... એને અત્યારે પણ એને એવી આશંકા થઇ કે એ ક્યારેય સહજ થઇ શકશે એની સાસુ જોડે?... એણે રૂમમાં બધુંય સરખું કરી એક વાર આછડતી નજર નાંખી દ્રઢ નીર્ધાર સાથે મનમાં બોલી.,"હું તમને મારી મમ્મી ની જેમ જ રાખીશ..અને તમારી દીકરી નહી હોવાની ઉણપ પુરી કરીશ.તમારી વહુ જ તમારી દીકરી નો પ્રેમ આપશે.." સાંજે જ્યારે હિનાબેન ને લઇ ને નીસર્ગ આવ્યો ત્યારે એમની આંખો નો પ્રભાવ જ માધુરી નો પેલો નીશ્ર્ચય સાવ ઓગાળી ગયો. કેવી ભાવશુન્ય પણ કેવી તેજસ્વી આંખો છે મમ્મીની? એ સહસા એમને પગે લાગી ગઇ... હિનાબેન ઝુક્યા માધુરી ને બંને ખભેથી પકડીને ઉભી કરી,"કેવી છે મારી ઝમકુ વહું?!!! આ નાલાયક હેરાન તો નથી કરતો ને?" માધુરી ભેટી જ પડી "મમ્મી!" પછી નીસર્ગ ને જીભડો દેખાડતાં બોલી.."હા! બહુ હેરાન કરે છે પણ તમે આવી ગયા એટલે સીધાં કરી દઇશું" પળભરમાં બધો સંકોચ જાણે ભાગી ગયો.. નીસર્ગ પણ મમ્મી ને આવાં હળવાં મુડ માં પહેલી વાર નીરખી રહ્યો. (ક્રમશઃ) નીસર્ગ ફ્રેશ થઇ શોર્ટસ પહેરીને સોસાયટીમાં જવા નીકળ્યો. તરત મમ્મીએ બુમ પાડી.... "નીસર્ગ..." નીસર્ગ પાછો આવી ને... "હા! શું મમ્મી? ..." "આ શું ચડ્ડી પહેરીને બહાર જાય છે?" "અરે મમ્મી આ તો કોમન છે અહિં ..." "ના..એવી રીતે ના જઇશ." "પણ મમ્મી અહિં સોસાયટીમાં બધાં પહેરે જ છે." "હું સોસાયટીમાં બધાની મમ્મી નથી.." નીસર્ગ કોઇ દલીલ ન કરી શક્યો...અંદર જઇ લેંઘો પહેરી લીધો... માધુરી ને ખબર ન પડી કે આમાં ખુશ થવું કે દુઃખી થવું. પણ તો ય એણે નીસર્ગ ને જીભડો બતાવ્યો... પણ એને કેટલાંક બંધનો સ્પષ્ટ દેખાવા લાગ્યા... પણ એક રીતે હિનાબેનનાં શબ્દો અને એમાં રહેલી સત્તા ગમી "હું સોસાયટીમાં બધાની મમ્મી નથી." હક્ક હતો એક બોલવામાં...આવું કોઇક તો જોઈએ જ જીવનમાં જે આપણને ટોકી શકે. માધુરી એનાં રુમમાં જઇ..બધાં વેસ્ટર્ન ક્લોથ્ઝ એકઠાં કરી ગોઠવવા લાગી..હમણાં તો જાણે આ પહેરાશે જ નહી. ત્યાં હિનાબેન નો અવાજ આવ્યો "માધુરી!.." "શું મમ્મી...?" "લે આ તારાં માટે લઇને રાખ્યા હતા .." બે ત્રણ બાંધણી ડ્રેસ કોટન અને સીલ્ક પર બે બીજાં સાદા ડ્રેસ અને કાન ની બુટ્ટી ઓ. અને એક સેટ હતો... "આ સેટ તારાં પપ્પા(સસરા) એ પસંદ કરેલો છે." હિનાબેન ની આંખોમાં સહેજ ભીનાશ આવી.. માધુરી બધુંય જોતી હતી એને વધાવતી હોય એમ "મમ્મી! મને આ કલર બહુ જ ગમ્યો પરપલ મારો ફેવરીટ છે.." હિનાબેન ખાલી હસતાં હતાં.. "આ લાલ બુટા વાળો ડ્રેસ તો જોવો ઓહ! કેવી મસ્ત ડીઝાઇન છે એની ? આપણે ત્યાં આવાં મળે છે ખરાં..?" "તને ગમ્યો ને?" "હા બહુ જ..." "મારાં માટે કાંઇ ન લાવી?" નીસર્ગ બારણે થી જ બોલ્યો. "આવી ગયાં પાછાં? કેમ નથી કોઇ? "માધુરી એ પુછ્યું "હા! સતીષભાઇ ને ભાભી બહાર ગયા છે ,રાહુલ ગોપાલ અને દિલીપ આવે છે ઘેર મમ્મી ને મળવા..." "તે એમાં શું મળવા આવવા નું હું હવે અહિં જ છુ ને" "ઑફકોર્સ! પણ મમ્મી અહિં બધાં માબાપ ગામડે કે પૈતૃક શહેરમાં હોય અને કામધંધાર્થે અંહિ આવેલા ને સ્થીર થયેલા લોકો જ રહે છે..એટલે કોઇક વડીલ આવે તો સ્વભાવીક મળવું ગમે..." "તો બધાં ને જોડે જ લઇ આવવા હતાં ને?" "ના! એ બધાં પુરાં કપડાં પહેરવા ઘરે ગયાં છે." "ઓહ! તમે મમ્મી એ કીધું એ બધાને કહી પણ દીધું..." "પહેલો સવાલ જ એ હતો કે, લેંઘો કેમ પહેર્યો આજે? એટલે પછી.." હિનાબેને કાન ખેંચ્યો ...નીસર્ગ નો "તને નથી ગમ્યું ને મેં તને ટોકી એ.." "ના!મમ્મી એ શું બોલ્યા? મને તો ઉપરથી એ ગમ્યું કે મારી ઉપર કોઇ છે કહેવા વાળું... આઇલવ યુ...મમ્મા" એ અટક્યો પછી પુછ્યુ, "મમ્મી એક વાત પુછું?" "મતલબ નથી ગમ્યું એમ ને મમ્મી એ કીધું એ.." "એ દોઢી ! ચુપ રે ને આ તો અમસ્તુ જ પુછવું છે." ત્યાંતો રાહુલ બારણે દાખલ થતાં જ બોલ્યો. "ભાભી !ચા ફુદીનો નાખીને જ બનાવજો." હિનાબેન ચાર જણા ને દાખલ થતાં જોઈ રહ્યા બધાંએ હિનાબેન ને વારાફરતી પ્રણામ કર્યા અને પછી પરિચય વિધિ ચાલી."મમ્મી આ રાહુલ સામે રહે છે અને અમે કોલેજ થી સાથે છીએ.આ મકાન તેણે જ અપાવડાવ્યુ. આ સતીષભાઇ મોરબીના જ છે એ.. અને મામા ને એ ઓળખે પણ છે...આ ગોપાલ અને આ દિલીપ.." "પણ સતીષભાઇ તમે તો બહાર હતા ને?" હા હમણાં જ આવ્યો ત્યાં આ મંડળી એ કીધું આજ તો માધુરી ભાભી ચા પીવડાવે છે એટલે સીધાં અહિં જ... પછી તો વાતો નો દૌર ચાલ્યો.બહું ઓછું બોલતાં હિનાબેન ધ્યાન થી લોકોને સાંભળતા તો ખરાં જ ...બીજાં દિવસે મહિલામંડળ. હિનાબેન ની મુલાકાતે આવી ગયું .. બસ આમ જ .. મહીનો થયો પણ કેટલાંક ફેરફાર અવશ્ય થયાં ચંચળ હરણી જેવી માધુરી પરીપક્વ ને ગંભીર થઇ ગઇ . પહેલાં કોઇ સાંભળવા વાળુંય નહોતું ઘરમાં ત્યારે દિવાલો સાથે વાતો કરતી..ગાતી ઉછળતી નદી મેદાનમાં આવતાં જ શાંત રીતે વહેતી થઇ ગઇ હોય એવી થઇ ગઇ... આમ તો હિનાબેન એને કશુંય કહેતાં નહી પણ માધુરી એ જાતે જ એ બદલાવ પોતાના માં ઢાળી દીધો. આમ તો હિનાબેન ને લીધે એમને થોડીક સ્વતંત્રતા પણ મળી હતી હવે તેઓ ઘરની ચીંતા વગર ક્યારેક ફરવા નીકળી જતાં.... ટુંકમાં એ સાસુ વહુ ના વચ્ચે સ્નેહ પાંગરતો જતો .. સબંધ ગાઢ થતો જતો હતો ... પણ એક દિવસ સવારે નીસર્ગ ને વહેલાં નીકળવાનું હતું ત્યારે શીયાળા ની સવાર એટલે ઘરનાં બારી બારણાં બંધ હતાં માધુરી એ જેવું ગેસ સીલીન્ડર નુ રેગ્યુલેટર ચાલું કરી લાઇટર મારવા ગઇ એ સાથે જ એક ધડાકો થયો....અને માધુરી ફેંકાઇ ગઇ એ લગભગ 33%જેટલી દાઝી હતી. હિનાબેન સફાળા જાગી ને પહેલાં રેગ્યુલેટર બંધ કરી....માધુરી ને સરખી કરી એના વાળ નો અંબોડો વાળી એમને જે આંતરસુઝ હતી એ પ્રમાણે સારવાર આપી....નીસર્ગ પણ દોડા દોડ આવ્યો રુમ માંથી અને માધુરી ને તાત્કાલિક સારવાર માટે લઇ જવાની તજવીજ કરી... અંહિ સુધી મજબુત રહેલાં હિનાબેન ની આંખો વહેવા લાગી. આ બાજુ નીસર્ગ અને સોસાયટી ના બીજાં બે ત્રણ મીત્રોએ એને દવાખાને દાખલ કરાવી દીધી.... તાત્કાલિક સારવાર મળતાં જ આમ તો ઘણી રાહત હતી ..દાઝવા નું તો 33% અને બાહ્ય ભાગે જ હતું પણ ફંગોળાઇ હતી એટલે માથે અને પગે વાગ્યું હતું અને ભાન ગુમાવી દીધું હતું... હિનાબેન કોઇક ની મદદ લઇ ઘર સમુનમું કરી ને દવાખાનામાં પહોંચ્યા ત્યારે સારવાર ચાલું થઇ ચુકી હતી ..એમને ખબર જ હતી કે એક સ્ત્રીની જરૂર પડશે જ માધુરી પાસે ...નીસ્વર્ગને એમણે બીજી બધી વિધિ જવાબદારી પતાવવા મુક્ત કર્યો...આમ તો સારવાર દરમ્યાન જ્યાં સુધી માધુરી ભાનમાં ન આવે ત્યાં સુધી રાહ જ જોવાની હતી ... હિનાબેન ડૉક્ટર ની પાસે ગયાં અને કીધું "સાહેબ, કદાચ એ માં બનવાની છે તો જોઈ લેજો કે...." ડોકટર ચમક્યા એ બાજુ તો એમનું ધ્યાન જ નહોતું ગયું અને પેશન્ટ પેટ અને પેઢુ ના ભાગે જ વધું દાઝેલું હતું.... ડોકટર ફરીથી તપાસવા લાગ્યા.... (ક્રમશ:) માધુરી ને કદાચ પ્રેગનન્સી હોઇ શકે એવું તબીબો ને જ્યારે હિનાબેને કીધું ત્યારબાદ એ રીત ની તપાસ કરવામાં આવી જોકે પાંચ સપ્તાહનો ગર્ભ સલામત હતો.. અને આમતો હવે માધુરી પણ સલામત હતી પણ ગર્ભ ના વિકાસ માં કોઇ દાઝવાને લીધે કે પછી એને માટે થતી સારવાર ને લીધે કોઇ સમસ્યા ન થાય એ માટે કાળજી લેવાઇ. કલાકેક પછી યાદ આવતાં હિનાબેને પુછ્યું," માધુરી ના મમ્મી પપ્પા ને કહેવડાવ્યું કે નહી?" નીસર્ગ,"હા મમ્મી, એ. લોકો ત્યાં થી આવવા નીકળી ગયા છે. સાંજે આવી જશે.." એ વાત ચાલું હતી એ દરમ્યાન જ એક એ એસ.આઇ. ને બે કોન્સ્ટેબલ નીસર્ગ પાસે આવ્યા.નીસર્ગને બધુ વૃતાંત પુછ્યું ....એ.એસ.આઇ થોડો ઉધ્ધત હતો..પણ નીસર્ગે શાંતિ થી જવાબ આપ્યો.એ દરમ્યાન બે મુદ્દા પર એ લોકો એ ખાસ ભાર મુક્યો. હિનાબેન દોઢ મહિના પહેલાં જ સાથે રહેવા આવ્યા હતાં અને એ ઘટના વખતે એ બે જ હાજર હતા. એ પછી..હિનાબેન ની પુછપરછ આદરી.. "તમારાં સાસુ વહુ ના સંબંધો કેવાં છે?" "વહુનું પીયર કેવું છે?" "શું લઇને આવી હતી પીયર થી?"એવાં તદ્દન ફાલતું સવાલ હિનાબેન ને અકળાવી રહ્યા.... અને પછી જતાં જતાં કહેતાં ગયા કે જોઇએ કે એનાં મમ્મી પપ્પા શું નીવેદન આપે છે ...જો ..પેશન્ટ ને કાંઇ પણ થશે તો કલમો બદલાશે... હિનાબેન અને નીસર્ગ બંને સમસમી રહ્યા.. નીસર્ગ બોલ્યા વગર ન રહી શક્યો, "તમે તમારાં કામથી કામ રાખો એ સારું રહેશે..." "તમે ખાલી એટલી પ્રાર્થના કરજો કે અમારે બહું કામ ન કરવું પડે.." હિનાબેને નીસર્ગ ને વાળી કીધું,"બસ દીકરા એ એની બુદ્ધિ અને અનુભવો પ્રમાણે જ વિચારી શકે ને?" પછી બેય.. જણાં સુશ્રુષામાં લાગી જાય છે..માધુરી ની.. એક દિવસ ના અંતે એ સ્થીર થતી ગઇ..અને..શરીરમાં દવા ની અસર દેખાવા લાગી હતી તાવ રૂપે ..એનો હાથ કે આમ તો સમગ્ર શરીરમાં વારે વારે કંપન આવતું એ વખતે નર્સ નું એકલાં નું કામ નહોતું માધુરી ને કંટ્રોલ કરવા નું અને કઠણ લાગતો નીસર્ગ પણ માધુરી નું દર્દ જોઇ નહોતો શકતો... પણ એ વખતે હિનાબેનને શી ખબર ક્યાંથી શક્તિ મળી.. સળંગ બે દિવસ અને રાત એ માધુરી ની કાળજી માં વ્યસ્ત રહ્યા...આમ તો કોસ્મેટિક સર્જરી માટે માધુરી ની જ ચામડી લેવાની હોય પણ એ પેટ ને જાંઘ ના ભાગે જ વધું દાઝી હતી એટલે બીજાં ની ચામડી લેવી પડે તેમ હતી... અનાયાસે જ હિનાબેન જ યોગ્ય ઠર્યા એ માટે.... અને ત્રીજા દિવસે ઓપરેશન માં એમની ચામડી નું પ્રત્યારોપણ કરાયું..... એક પ્રકારે હિનાબેને આજ એમનાં વહુને શણગાર આપ્યો ... માધુરી ના મમ્મી પપ્પા એ જ્યારે બધુંય જાણ્યું ત્યારે એમની આંખોમાં ઝળઝળીયા આવી ગયાં. માધુરી ના મમ્મી એ હિનાબેન ની માફી માંગી ....."હિનાબેન એક ભુલ થઇ ગઇ છે મારા ભાઇથી.. " માધુરી નાં મમ્મી ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા.. નીસર્ગ અને હિનાબેન કશું પણ સમજી શકવા સમર્થ ન હતાં.એક પ્રશ્નાર્થ ભર્યા ચહેરે બંને નીહાળી રહ્યા. એ કાંઇ પુછે એ પહેલાં જ...નર્સ આવી ને ખબર આપે છેકે માધુરી સંપુર્ણપણે ભાનમાં આવી ગઇ છે અને...હિનાબેન ને બોલાવે છે... માધુરી હિનાબેન ને જોતાં જ પુછે છે,"મમ્મી તમે સલામત તો છો ને? તમને તો કાંઇ થયુ નથી ને? " હિનાબેન એનું માથું ઉંચું કરી એનું કપાળ ચુમી લે છે... " ઓહ! મારી ઝમકુ!!!" આ તરફ માધુરી ના પપ્પા નીસર્ગ ને કીધું કે, "અમે લોકો આવતાં હતાં ત્યારે રસ્તા માં જ A.S.I.એ આંતર્યા હતાં અને અમને એફઆરઆઇ ..દર્જ કરાવવા..માટે ઉક્સાવ્યા હતાં...પણ. અમને તમારાં પર વિશ્વાસ હતો એટલે એ માટે કોઇ શંકા ન હતી ..પણ તારાં મામાજીએ એ પોલીસ વાળા ની થોડી ઉલટ તપાસ કરવા આડુંઅવળું પુછ્યું અને એનો મનગમતો અર્થ તારવી જબરદસ્તી કેસ બનાવવા ની વાત કરી.. મારાં મીત્ર ACP ચુડાસમા ને મળવા તમારાં મમાજી ને મોકલ્યા છે..એ એ.એસ.આઇ ને તો બસ કેસ બનાવી ખંખેરવા જ છે ..આપણને..." નીસર્ગ હવે એનો અસલી મકસદ સમજ્યો. પણ હવે કોઇ ચીંતા ન હતી કારણ માધુરી ભાનમાં આવી ગઇ હતી. અને સ્વસ્થ પણ હતી. દિવસો જતાં હોસ્પિટલમાંથી રજા મળી ગઇ અને જે દિવસે ઘરે આવ્યા....એ દિવસે જ હિનાબેન ના નામનું સમન્સ આવ્યું એક આખો મનઘઙત કેસ ઉભો કરાયો હતો પણ માધુરી ને એ જ વખતે આખી વાત ની ખબર પડી...એણે હિનાબેન ને કીધું કે " એમની ભત્રીજા વહુ મારી ક્લાસમેટ છે. હવે જવાબ આપવા એ આવશે એકવાર તમે એ શાલીની ને અંહિ બોલાવી લાવો. ... શાલીની ને માધુરીએ બધું વૃતાંત કીધું અને શું કરવાનું છે એ પણ કીધું...શાલીની હસી પડી... પણ થોડીક ગભરાઈ પણ ખરી , "જોજે મારે હેરાન ન થવું પડે." માધુરી એ એને કહ્યુ, "પણ તારાં મીસ્ટર ને વિશ્વાસ માં લે પછી શું છે?" પછી જ્યારે એ.એસ.આઇ.ના ભાઇને જ્યારે વકીલ થ્રુ પુત્રવધુને હેરાનગતી આપવા અંગે અને દહેજ વિરોધી ધારા સંદર્ભે નોટીસ મળી ત્યારે...તેઓ દંગ થઇ ગયાં વાત એ.એસ.આઇ. પાસે આવી..પહેલાં તો કડકાઇ દેખાડવા ગયાં પણ ખબર પડી કે વહુ તો પીયર પણ નથી એટલે એમનાં પગ ધ્રુજવા લાગ્યા ...જે જે ધારા ઓ લોકો પર લગાવતા હતાં તે એમનાં ખુદનાં પરીવાર પર લાગતી દેખાતા હાંજા ગગડી ગયાં... બીજાં દિવસે શાલીની નો વર એટલે કે એમનો ભત્રીજો એમને કહી ગયો કે શાલીની ની ભાળ મલી ગઇ છે...અને લેવા જવાનું છે... શાલીની નો પતી જ્યારે નીસર્ગ ના ઘરે જ એ.એસ.આઇને લાવે છે..ત્યારે તેમને પણ બધી ભુલનો એહસાસ થઇ આવે છે.... એ સૌથી પહેલાં તો હિનાબેન નાં પગે પડી માફી માંગે છે....... ..હિનાબેન બધાને ચા પાણી કરાવી ને પાછાં મોકલે છે માધુરી પલંગ પર આરામ કરતાં કરતાં પણ મરક મરક હસે છે..... હિનાબેન મોટે થી કહે છે... "બસ! હવે ઝમકુ..." (સંપુર્ણ....)