ખાન સાહેબે વહેલી સવારે તેમના ઘરેથી ચા નાસ્તો કરતાં કરતાં ક્રાઈમ બ્રાંચ ફોન કરી આજે ૧૧ વાગે લાખાની જુબાની લેવાની હોવાથી લાખાને, ફોરેન્સિક ટીમને, સ્થાનિક પોલીસને, આરટીઓ ઈન્સ્પેક્ટરને, પોલીસ ઇન્સ્પેક્ટર મેવાડા, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ગામીત તથા કાલની આખી ટીમને પોતપોતના રીપોર્ટ સાથે હાજર રહેવા સુચના આપે છે. ખાન સાહેબ ક્રાઈમ બ્રાંચની ઓફીસ પહોંચીને હાફ ટન અને ફુલ ટનને પોતાની ઓફિસમાં બોલાવી લાખા અંગેની ચર્ચા કરે છે અને તમને મળેલી માહિતી જાણે છે. હાફ ટન કહે છે, “ સાહેબ આ લાખો નાનો મોટો ચોર નહિ પણ .... વધુ જાણવા વાંચો આ પ્રકરણ