રેડલાઇટ બંગલો ૨

(609)
  • 28.5k
  • 22
  • 21.4k

વર્ષાબેનને અર્પિતાના મબલખ રૂપને લીધે તેના શિયળની ચિંતા સતત સતાવતી રહેતી હતી. આસપાસના જમીનદારોના છોકરાઓ તો અત્યારથી જ તેના રૂપના ઘેલા થયા હતા. લગ્નનું માંગુ નાખી રહ્યા હતા. અને રાહ જોઇને ઉંમરની રીતે અર્પિતા પુખ્ત થાય પછી લગ્ન કરવા તૈયાર હતા. પણ વર્ષાબેન તેને આગળ ભણાવીને પરિવારનું ભવિષ્ય સુધારવા માગતા હતા. એટલે બધાને ના પાડી ચૂક્યા હતા. વર્ષાબેનની ના ઘણાને ખૂંચી પણ હતી.